જામનગરમાં લઘુમતી વિસ્તારમાં ભારત બંધનો ફિયાસ્કો, ભાજપ લઘુમતી મોરચાએ તમામ દુકાનો ખુલ્લી રખાવી - જામનગરમાં ભારત બંધનો ફિયાસ્કો
જામનગરઃ દિલ્હીમાં ખેડૂતો ત્રણ કાયદાઓને લઈ આંદોલન કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જો કે, વેપારી વર્ગ ખેડૂતોના સમર્થનમાં જોવા મળ્યો છે તો લઘુમતી વિસ્તારમાં બંધનો ફિયાસ્કો થયો છે. જામનગરના દરબાર ગઢ વિસ્તાર અને કાલાવડ નાકા વિસ્તારમાં મોટાભાગના લઘુમતી લોકો રહે છે અને આ વિસ્તારમાં તમામ દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. લઘુમતી સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે, ભારત બંધનું એલાન એ નેગેટીવ રાજનીતિ છે. તેનાથી પ્રજાને કોઈ ફાયદો થવાનો નથી. જો તમારે વિરોધ પ્રદર્શન કરવું હોય તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી શકાય પણ સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવું અને અન્ય લોકોને રસ્તા રોકી પરેશાન કરવા તે સારી રાજનીતિ ન કહેવાય.