સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોએ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરી - kutchh news
કચ્છઃ સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગત 28 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની મંગળવારે મતગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની બેઠકો પર વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોએ ભુજના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલને મળીને વિજયની ઉજવણી કરી હતી.