ભરૂચ: નગર સેવાસદન દ્વારા બાકી વેરો નહીં ભરનાર સામે તંત્રની લાલ આંખ - ભરૂચમાં કર ન ભરનારા સામે તંત્રએ લીધા પગલા
ભરૂચઃ નગર સેવા સદન દ્વારા બાકી વેરો નહીં ભરનાર મિલકત ધારકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. વારંવારની નોટીસ બાદ પણ વેરાની ભરપાઈ નહીં કરનારની મિલકત સીલ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. જેના પગલે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા આ વર્ષે કુલ રૂપિયા 15 કરોડના વેરાના વસુલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જો કે, માર્ચ મહીનો શરુ થઇ ગયો હોવા છતાં રૂપિયા 5 કરોડના વેરાની વસુલાત હજુ બાકી છે. મળતી માહિતી પ્રમાણે, ભરૂચમાં 200 કમર્શિયલ મિલકતધારકો અને 100 જેટલા રહેણાંક મિલકતધારકોએ વેરાની ભરપાઈ કરી નથી .જેઓ સામે તવાઈ બોલાવવામાં આવશે.