પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની શરૂઆત
જૂનાગઢઃ દિવાળીના તહેવારની વિધિવત શરૂઆત થઈ રહી છે. કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે રમા એકાદશીના દિવસે ગિરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં શ્રદ્ધાળુઓએ સ્નાન કરી અને રમા એકાદશીની ઉજવણી કરી હતી. કૃષ્ણ પક્ષની એકાદશીને હિન્દુ ધર્મમાં રમા એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ એકાદશીનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. વર્ષ દરમ્યાન આવતી 11 એકાદશી બાદ આજની બારમી એકાદશીને ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. દેવઊઠી અગિયારસથી એકાદશીની શરૂઆત થાય છે. 12મી એકાદશી એટલે કે રમા એકાદશીના દિવસે પુર્ણ થાય છે. ચાતુર્માસ કરતા લોકો માટે રમા એકાદશીનું પણ ખૂબ જ મહત્વ છે.