મોડાસાની SBIના કર્મચારી કોરોનામાં સપડાતા બેંકનું કામકાજ ત્રણ દિવસ બંધ - મોડાસા આરોગ્ય તંત્ર
અરવલ્લી: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે. મોડાસાની SBI બેંકનો કર્મચારી કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ ત્રણ દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. અરવલ્લી જિલ્લામાં સરેરાશ રોજ બે થી ત્રણ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 549 પર પહોંચી ગઇ છે. સરકારી ગાઇડલાઇન અનુસાર બ્રાન્ચને સેનેટાઇઝ કરવાની સાથે બેંકનું કામકાજ ત્રણ દિવસ સ્થગિત કરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્રએ બેંક સૅનેટાઇઝ કરવાની સાથે બેંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ હાથ ધરી છે.