ખંભાળીયાના બેરાજા ગામે કોઝવે પર પાણી ફરી વળતા બાળ ઊંટ માત્ર 14 સેકંડમાં તણાયું, જુઓ વીડિયો... - કોઝવે પર પાણી ફરી વળતા
દેવભૂમિ દ્વારકાઃ સાર્વત્રિક વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં કોઝ વે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના કારણે સ્થાનિકો સહીત પશુઓને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નજીકના બેરાજા ગામે કોઝવે પર પાણી ફરી વળતા એક બાળ ઊંટ માત્ર 14 સેકંડમાં તણાઈ ગયું હતું. કોઝવે પર બને સાઈડ પર લોકો ધસમસતા પ્રવાહને પગલે રાહ જોઈ ઉભા હતા, ત્યારે કોઝવે પર બાળ ઊંટ કોઝવે પર વચ્ચે પહોંચ્યા બાદ પાણીના પ્રવાહમાં ટકી શક્યું નહોતું અને પુલ પરથી પાણીમાં તણાયું હતું.