રાજસ્થાનના હિલ સ્ટેશનનું વાતાવરણ સહેલાણીઓ માટે બન્યું રમણીય - માઉન્ટ આબુનું વાતાવરણ
બનાસકાંઠાઃ પ્રકૃતિ જ્યારે જ્યારે સોળે કળાએ ખીલે છે, ત્યારે દરેક લોકોના મન મોહી લે છે. ધરતી પર કુદરતે એવી અનેક જગ્યાઓ બનાવી છે, જ્યાં દર વર્ષે સુંદર વાતાવરણના કારણે લોકો તે સ્થળ પર મોટી સંખ્યામાં પ્રવાસ કરવા મજબૂર બને છે. ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર બદલાતા હવામાન વચ્ચે વાતાવરણ સુખદ બન્યું છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ આ હિલ સ્ટેશનની મુલાકાતે આવે છે, પરંતુ ચાલુ વર્ષે લોકડાઉનની અસરથી હિલ સ્ટેશન મૌન છે. સરકારે અઢી મહિનાના લાંબા લોકડાઉન બાદ અનલોક-1માં શરતોને આધિન છૂટછાટ આપી છે. જેથી લોકો માઉન્ટ આબુના હવામાનની મજા માણવા પહોંચી રહ્યા છે. અહીં પ્રવાસે આવનારા લોકો જમીન ઉપર વાદળો ઉતર્યાનો અહેસાસ કરી રહ્યા છે.