અંબાજી પંથકના વાતાવરણમાં પલટો, ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત - rain in ambaji
બનાસકાંઠા: અંબાજી પંથકમાં શનિવારના રોજ મોડી સાંજે વાતાવરણમાં એકા એક પલટો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ગરમીના ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદી વાતાવરણ સર્જાતા ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. આ વરસાદી પડી રહેલા ઝાપટાના કારણે વાતાવરણમાં આંશિક રાહત મળતા ઠંડક અનુભવાઈ રહી હતી. જો કે, આ કમોસમી વરસાદના પગલે ખેડૂત વર્ગ સતત ચિંતા અનુભવી રહ્યું છે.