સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે - પાવાગઢ આજના સમાચાર
પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રથમ વખત આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રમતગમત કચેરી પાસેથી મળતી માહિતી અનુસાર 1 માર્ચના રોજ પ્રથમ વખત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ગુજરાતભરમાંથી સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધા બે વર્ગ જુનિયર ભાઈઓ બહેનો (14થી18 વર્ષ) તેમજ સિનિયર ભાઈઓ બહેનો (18થી35) ભાગ લેશે.