મહીસાગરમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર - વરસાદ સમાચાર
મહીસાગર : હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. પરંતુ મહીસાગર જિલ્લામાં છેલ્લાં ઘણા દિવસોથી વરસાદ ન આવતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. ત્યારે જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. તેમજ જિલ્લા વાસીઓએ પણ ગરમીથી છુટકારો મેળવી હાશકારો અનુભવ્યો હતો.