મહીસાગરમાં વરસાદનું આગમન, વીજળી થઇ ગુલ - latest news of lunawada
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણા સહિતના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે બપોરથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે જિલ્લામાં મુશળધાર વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી, પરંતુ અનેક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પણ ખોરવાયો હતો.