ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત 'ગાંધી સંદેશ યાત્રા'નું ભરૂચમાં આગમન - Gandhi Sandesh Yaatra
ભરૂચ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થતા અંકલેશ્વર ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે નવસારીનાં દાંડીથી અમદાવાદના સાબરમતી આશ્રમ સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા દાંડી ખાતેથી નીકળ્યા બાદ તેનું ભરૂચ જિલ્લામાં આગમન થયું હતું. જેનુ અંકલેશ્વર ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો તુષાર ચોધરી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં. આ યાત્રા વિવિધ જિલ્લાઓમાં ફરી અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે પહોચશે.