અરવલ્લી ફૂડ વિભાગે મીઠાઇની દુકાનમાં રેડ કરી સેમ્પલ એકત્ર કર્યા - ફૂડ વિભાગ
અરવલ્લીઃ દિવાળીના તહેવાર સમયે રોકડી કરી લેવા ચોરે અને ચોકે મીઠાઇની દુકાનો બીલાડીની ટોપની જેમ ખુલી જાય છે, ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ફૂડ વિભાગ અને મોડાસા નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા નગરના મેઘરજ રોડ પર આવેલી 'માં ભગવતી મીઠાઇવાલે'ની દુકાન પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન અધિકારીઓ દ્વારા મીઠાઇ તેમજ ફરસાણના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેવામાં આવેલા આ સેમ્પલને સીલ કરી દુકાન માલિકના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા.