અરવલ્લી જિલ્લા કલેક્ટરે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા શપથ લીધા - કલેકટર
અરવલ્લીઃ ભારત સરકાર દ્વારા કોવિડ-19 જન આંદોલન અભિયાન તારીખ 7 ઓકટોબરથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર તથા અધિક જિલ્લા કલેક્ટર આર.જે. વલવી અને જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા. તમામ અધિકારીઓએ કોરોના મહામારીને અટકાવવા 6 સૂચનોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કલેક્ટરે દરેક અધિકારીઓ અને કર્મચારીઓને શપથ મુજબ અનુસરવા તથા અરવલ્લી જિલ્લાની જનતાને માહિતગાર કરવા અપીલ કરી હતી.