મારા પર લગાડવામાં આવેલ આરોપો ખોટા છે: રાહુલ ગાંધી - સુરત
સુરત: શહેર કોર્ટ ખાતે રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે,રાહુલ ગાંધીને ગુજરાતીમાં આપવામાં આવેલી પ્રકિયા અંગે અનુવાદ કરીને જણાવવામાં આવ્યું હતું.જ્યારે કોર્ટ દ્વારા તેમને પોતાની ઉપર લાગેલા આરોપો અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની ઉપર લગાડવામાં આવેલા આરોપો ખોટા છે. કિરીટ પાનવાલાએ સાથે જણાવ્યું હતું કે, આ કેસમાં રાહુલ ગાંધીને હાજરી માંથી મુક્તિ મળે આ માટે એક્ઝેપશન અરજી કરવામાં આવી છે. આ કેસમાં ૧૦મી ડીસેમ્બરની તારીખ પડી છે. તેમાં રાહુલ ગાંધીની હાજરી અનિવાર્ય નથી. એક્ઝેમ્પશન અરજી અંગે ૧૦મી ડીસેમ્બરએ સુનાવણી થશે.