હત્યાના પ્રયાસમાં પકડાયેલા આરોપીએ સુરત કોર્ટમાં ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી - કોર્ટ
સુરત :શહેરમાં ઉમરા પોલીસ દ્વારા હત્યાના પ્રયાસમાં રાકેશ મહાલે નામના આરોપીની ધરપકડ કરી હતી અને આજરોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટના ત્રીજા માળેથી આરોપીએ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આરોપી પતરાની શેડ ઉપર પડતા તેનો બચાવ થયો હતો. આરોપીને 108ની મદદથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.