મહીસાગરમાં મહિલા સાથે આડા સબંધ રાખી તેના પતિની હત્યા કરનાર આરોપી ઝડપાયો - Mahisagar latest news
મહીસાગર: સંતરામપુર કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 નવેમ્બર સોમવારે સાદણીયા ગામ નજીક એક અજાણ્યા યુવકનો મૃતહેદ મળ્યો હતો. મૃતદેહની ઓળખાણ ના થતા કડાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહના ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી મુકવામાં આવતા જાણવા મળ્યું કે, મૃતહેદ નારશીંગ રૂપા ડામોરની હોવાની માહિતી મળી હતી. જેમાં મોત થનાર યુવાન ખેતી-મજૂરી કરી જીવન ગુજારતો હતો. જેનું PM કડાણા CHC ખાતે કરાવતા PM રિપોર્ટમાં ગળુ દબાવી શ્વાસ રૂધાવાથી તેમજ માથાના પાછળના ભાગે કોઇ બોથડ હથિયારના ઘા મારી મોત નીપજાવવાનું બહાર આવ્યું હતું. આ અતિ ગંભીર અને ચર્ચાસ્પદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મહીસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડાએ બનેલ ગુના બાબતે આરોપીને ઝડપી કાઢવા ચોક્કસ દિશામાં તપાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આરોપીઓને ગણતરીના કલાકોમાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાંન્ચ દ્વારા ઝડપી લેવાયો હતો.
Last Updated : Nov 15, 2019, 11:36 PM IST