ગુજરાત

gujarat

ETV Bharat / videos

અબડાસા પેટા ચૂંટણીને અનુલક્ષી ભાજપ દ્વારા "પેજ કમિટી કાર્ડ વિતરણ" કાર્યક્રમ યોજાયો - Abdasa byelection

By

Published : Oct 7, 2020, 2:30 PM IST

બૂથ મેનેજમેન્ટ ભારતીય જનતા પક્ષનું અમોધ શસ્ત્ર રહ્યું છે ત્યારે અબડાસા મત વિસ્તારની આગામી પેટા ચૂંટણી અનુસંધાને મત વિસ્તારના ત્રણ તાલુકાના અંદાજે 270 જેટલા બૂથો પર પેજ કમિટીના સભ્યોને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ બૂથો પર કાર્યકરોનો ઉત્સાહ વધારવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રત્યેક કાર્યકર્તા સાથે ઓનલાઈન જોડાયાં હતાં અને ચૂંટણીલક્ષી તૈયારીઓ બાબતે સૌ ઉપસ્થિતોને માર્ગદર્શન પુરુ પાડયું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ ચૂંટણીલક્ષી યૂહરચના પર પ્રકાશ પાડયો હતો તેમ જ ઝોન મહામંત્રી કે.સી. પટેલે પણ સમગ્ર વર્ચ્યુઅલ બેઠકના સંકલન ઉપરાંત કાર્યકરોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કુલ 270 બૂથો પૈકી વિવિધ 17 બૂથોને અલગ તારવી પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્ડ વિતરણની કામગીરી હાથ ધરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details