સલામપુરા ગામના ખોડીયાર મંદિરનો 11મો પાટોત્સવ યોજાયો - ખોડીયાર મંદિરનો 11મો પાટોત્સવ યોજાયો
પંચમહાલ: જીલ્લાના શહેરા તાલુકાના સલામપુરા ગામે આવેલા ખોડીયાર માતાના મંદિરનો 11મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. સાથે 24 કુંડી ગાયત્રીયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પાટોત્સવમા સલામપુરા સહિત આસપાસના ગામોમાથી ભાવિક ભકતો આવ્યા હતા. ગાયત્રીયજ્ઞમાં બેસવાનો પણ લ્હાવો લીધો હતો. માતાજીના જયઘોષથી પરિસર ગુંઝી ઉઠ્યુ હતૂ. ભાવિકભકતો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.