13 વર્ષના સગીર પર હુમલો કરી સુરત જેલના જેલર સહિત પરિવારે માર માર્યો - 13 વર્ષના સગીર પર હુમલો કરી સુરત જેલના જેલર સહિત પરિવારે માર માર્યો
શહેરમાં 13 વર્ષના સગીરને મામા તથા માસીએ માર માર્યાની ઘટના સામે આવી છે. જેમાં મામાએ છોકરાને હાથમાં લોખંડનો સળિયો મારીને ફ્રેક્ચર કરી નાખ્યું છે. જ્યારે ઘટનાને અંજામ આપનાર સુરત જેલના જેલર (surat jailor) સહિતના લોકો સામે ગુનો નોંધાયો છે. ત્યારે આ વાતની ફરિયાદ કરવા છોકરાએ પોતાના નાનાને ફોન કર્યો તો તેમણે ફોનમાં ધમકાવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.