ભાવનગરમાં બોરતળાવ પર બિરાજમાન 140 વર્ષ પૌરાણિક થાપનાથ મહાદેવ - ભાવનગરમાં બોરતળાવ પર બિરાજમાન થાપનાથ મહાદેવ
ભાવનગર: ગૌરીશંકર તળાવ એટલે બોરતળાવ કે, જે ભાવેણાની પ્રજા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. 1872માં રજવાડાના દીવાન ગૌરીશંકર ઓઝાએ ત્યાં અંગ્રેજોની સાથે તળાવના નિર્માણનો પાયો નાખ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને તળાવ અને મંદિરની મુલાકાત બાદ તેમણે થાપનાથ મહાદેવનો જીર્ણોદ્ધાર કર્યો હતો. બોરતળાવ થાપનાથ દાદાના સાનિધ્યમાં પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે છે. તેમજ ભક્તો અને સહેલાણીઓ બોરતળાવ અને થાપનાથ મહાદેવના દર્શને આવે છે.