દાહોદ કલેક્ટર દ્વારા જિલ્લાવાસીઓને આભાર અને સંદેશો
દાહોદઃ જિલ્લામાં જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. જેથી કલેક્ટર વિજય ખરાડીએ ઈટીવી ભારતના માધ્યમથી જિલ્લાના લોકોનો આભાર માનીને સંદેશો આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, આપણી આ કોરોના વાઇરસ સામેની લડાઈની શરૂઆત છે. સવારે 7 વાગ્યાથી લોકોએ ઘરની અંદર રહી આ લડાઈમાં સાથ આપ્યો છે. આ ઉપરાંત તેમણે જનતા કરફ્યૂ પૂર્ણ થયા બાદ પણ ઘરની બહાર નિકળવાનું ટાળવા અંગે કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં 31 માર્ચ સુધી કલમ 144 લગાવવામાં આવી છે, પરંતુ આ દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી રહેશે.