હળવદમાં કૂતરાનો આતંક, બે દિવસમાં 15ને બાચકાં ભર્યા - હળવદમાં કૂતરાએ બચકાં ભર્યાં
મોરબી: હળવદમાં ખારીવાડી, મહાદેવપરા અને વાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હડકાયા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે. બે દિવસમાં કુલ 15 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા છે. જેમાંથી, વસંત નરસિંહ (ઉ.વ.14), જયંતી ધોળાભાઈ (ઉ.વ.40), મનસુખ ત્રિભોવનભાઈ (ઉ.વ.45) જયશ્રીબેન પ્રતાપભાઈ (ઉ.વ.03), ખરમત ચતુર (ઉ.વ.53), ઈશ્વર ડુંગરભા (ઉ.વ.06) પઝાબેન ચંદેશ (3.5 વર્ષ), રશિક ગોવિંદ (ઉ.વ.04)અને ચંપાબેન (ઉ.વ.35)ને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા છે.