રાજકોટ નજીક રતનપર ગામમાં ચોરોનો આતંક, ચારેય ચોર થયા CCTVમાં કેદ - Ratanpar village
રાજકોટ: શહેર નજીક રતનપર ગામમાં ચોરોનો આતંક સામે આવ્યો છે. રતનપરના તુલસી પાર્કમાં તસ્કરોએ ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ઠંડીનો લાભ લઈને ચોરો બેકાબૂ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ચોર દ્વારા કરવામાં આવેલા હાથફેરાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ચારેય ચોરે માથાપર ટોપી અને ધાબળા પહેર્યા હતા. અચાનકથી લોકો જાગી જતાં ચારેય ચોર ભાગી છૂટયા હતા. અગાઉ પણ ગૌરીદડ ગામમાંથી 4 બાઈકની ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી. ગામમાં આવા શકમંદોના આંટાફેરા વધ્યા છે ત્યારે કોઈ મોટી ચોરીને અંજામ આપે તે પહેલાં પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી ગ્રામજનોએ માગણી કરી હતી.