રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, હથિયાર સાથે દુકાનો બંધ કરાવી - રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક
રાજકોટ: શહેરમાં મોડીરાત્રે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. શહેરના રાજનગર ચોક વિસ્તારમાં બે ઈસમો છરી લઈને નશાની હાલતમાં રસ્તા પર આવી ચડ્યા હતા. અસામાજિક તત્વોએ વિસ્તારમાં આવેલી દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અસામાજિક તત્વોએ વિસ્તારમાં હંગામો મચાવવાની વાત શહેરમાં વાયુ વેગે પ્રસરતા ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિસ્તારમાં આ ઇસમો અંગેની તપાસ હાથધરતા તેમની ઓફિસમાંથી વિદેશી દારુઓની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાનો CCTV વીડિયો પણ બહાર આવ્યો છે. પોલીસે CCTV વિડીયોના આધારે વધુ તપાસ હાથધરી છે.