જામનગરમાં ખવાસ અને રાજપૂત સમાજ વચ્ચે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન - Tennis cricket tournament organized
જામનગરઃ જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ખવાસ અને રાજપૂત વચ્ચે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ક્રિકેટના માધ્યમથી ખવાસ જ્ઞાતિ અને રાજપૂત સમાજ વચ્ચે એકતા અને ભાઈચારો વધે તેવા ઉદ્દેશથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ જ્ઞાતિઓએ ભાગ લધો છે. જામનગર અને પોરબંદર સહિતની કુલ 11 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.