પારડી રેલવે સ્ટેશન નજીકના ફાટકમાં ટેમ્પો ચલાક ઘૂસી જતા ફાટક તોડ્યું, ટ્રાફિક જામ સર્જાયો - ટ્રાફિકજામ
વલસાડઃ જિલ્લાના પારડી કોટલાવથી ઉમરસાડીને જોડતા માર્ગની વચ્ચે આવેલા રેલવે લાઇનના ફાટકને ગુરુવારની મોડી સાંજે ટેમ્પો નંબર GJ-15-AT-3988ના ચાલકે પુરપાટ ઝડપે આવી તોડી નાખતા, રેલવે વ્યવહારની સાથે-સાથે ફાટકથી પસાર થતા વાહનચાલકોને પણ અસર પહોંચી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ટેમ્પો ચાલક વિરોદ્ધ કાર્યવાહી કરી હતી. બાદમાં રેલવે ફાટકની મરામત કરી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.