રાજકોટ: પાટણવાવ ઓસમ પર્વત પાસેના તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત - rajkot latest news
રાજકોટ: પાટણવાવમાં આવેલ ઓસમ ડુંગર નીચેના તળાવમાં નાહવા જતા એક કિશોર ડૂબી જતા મોત થયું હતું. ફાયર સ્ટાફના જવાનોએ કિશોરના મૃતદેહની શોધખોળ કરીને મૃતદેહને બાર કાઢ્યો હતો. જેને પી.એમ માટે મોટીમારડ હોસ્પિટલમાં મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ ડુબેલ તરુણ ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામનો રહેવાસી છે. 17 વર્ષીય મૃતક રાજ જયસુખભાઈ ગોલતર ઉપલેટાથી પાટણવાવ પોતાના મિત્રો સાથે ફરવા માટે નિકળ્યા હતો, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.