વડોદરામાં ACBની ટ્રેપમાં TDO લાંચ લેતા ઝડપાયા - Etv Bharat
વડોદરા: જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે ACBની ટ્રેપમાં વાઘોડિયાના TDO લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. ઉલ્લેખનીય છે કે, કે. ટી. પંચાલ વાઘોડિયા ખાતે TDO તરીકેની ફરજ બજાવે છે. આ લાંચિયા અધિકારીએ રોડ-રસ્તાના બિલ મંજૂર કરવા માટે રૂપિયા 24 હજારની કોન્ટ્રાકટર પાસે લાંચ માંગી હતી. જો કે, હાલ તો આ સમગ્ર મામલે લાંચિયા અધિકારીની ACBએ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી છે.