અંતે તૌકતે વાવાઝોડું દિવ અને ઉના વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશ્યું - ઉના શહેરમાં 200થી વધુ ઝાડ ધરાશાયી
જૂનાગઢ: જે વાવાઝોડાને લઈને છેલ્લા 48 કલાકથી સમગ્ર રાજ્ય તૈયારીઓ કરી રહ્યું હતું. તે તૌકતે વાવાઝોડું સોમવારે રાત્રિના સમયે દિવ અને ઉનાના દરિયાકાંઠા વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશ્યું છે. જેના કારણે દિવ, ઉના અને કોડીનાર પંથકમાં 120થી 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પવનના કારણે ઉના શહેરમાં 200થી વધુ ઝાડ અને એક મોબાઈલ ટાવર ધરાશાયી થયા હતા.