ગીરસોમનાથમાં ‘નિસર્ગ’ની આડઅસરોને ટાળવા તંત્ર થયુ કટિબદ્ધ
ગીરસોમનાથઃ 2019માં સૌરાષ્ટ્રમાં ‘વાયુ’ , ‘મહા’ અને ‘ક્યાર’ નામના વાવાઝોડાએ ભારે દહેશત ઊભી કરી હતી. ત્યારે હાલ એક તરફ કોરોના મહામારીનો ભય અને બીજી તરફ નિસર્ગ વાવાઝોડાની શક્યતા છે. જોકે આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત તરફ આવવાની આગાહી વચ્ચે તેની આડ અસર રૂપે જિલ્લાના દરિયા કિનારાને ધમરોળે તેવી ચિંતા સૌને સતાવી રહી છે. ત્યારે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે તમામ માછીમારોને પરત બોલાવવામાં આવી રહ્યા છે. તો કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા NDRFની એક ટીમ પણ સ્ટેન્ડ બાઈ રાખવામાં આવી છે. તો વેરાવળ, મૂળ દ્વારકા, સુત્રાપાડા અને કોડીનાર નવાબંદર સહીતના બંદરોની બોટો પરત ફરી છે.