એન્ટી ઇન્કમ્બન્સી સામે વિકાસ ભારે પડ્યોઃ કિરીટ સોલંકી - loksabha Election result
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યું છે અને ભાજપને બહુમતી મળી રહી છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં પણ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે અને 8 રાઉન્ડના અંતે ભાજપના કિરીટ સોલંકી આશરે 1.50 લાખજેટલા મતથી આગળ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઇટીવી ભારત સાથે કિરીટ સોલંકીએ ખાસ વાતચીત કરી હતી. આ અંગે વાતચીત કરતા કિરીટ સોલંકીએ જણાવ્યું કે લોકોએ વડાપ્રધાન મોદીના કામકાજમાં વિશ્વાસ રાખ્યો છે અને આતંકવાદ વિરુદ્ધ જે આકરા પગલા લેવામાં આવ્યા છે તેનો સહયોગ પણ મળ્યો છે. કોંગ્રેસના મોટા નેતા અને ફિલ્મ સેલિબ્રિટી હાલ પાછળ દેખાઈ રહ્યા છે અને ભાજપ બહુમત તરફ આગળ વધી રહી છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે NDAને 333, UPAને 101 અને અન્ય 108 બેઠકો પર આગળ છે.
Last Updated : May 23, 2019, 5:05 PM IST