ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતના ઓલપાડ તાલુકાના તલાટીઓ 11 માગને લઈને ઉતર્યા Mass CL પર, કચેરી બંધ રહેતા સ્થાનિકોના કામ અટવાયા - Tight police cordon was set up outside the office

By

Published : Oct 4, 2021, 1:46 PM IST

રાજ્યના તલાટી મંડળે 11 જેટલી માગને લઈ છેલ્લા કેટલાય સમયથી તબક્કાવાર વિરોધ કરી રહ્યા છે. તેવામાં સુરતના ઓલપાડ તાલુકાના તલાટીઓ માસ સી.એલ. (Mass CL) પર ઉતરતા પંચાયતમાં કામ માટે આવતા સ્થાનિકો અટવાયા છે. જોકે, તલાટીઓ ઓલપાડ તાલુકા પંચાયત કચેરીની (Olpad Taluka Panchayat Office) બહાર ધરણાં કરવા માટે મંડપ પણ બાંધ્યો હતો. જોકે, જિલ્લા કલેક્ટરે ધરણાં માટે મંજૂરી રદ કરી દીધી હતી, પરંતુ કચેરીની બહાર તલાટી મંડળ ભેગું થતા કચેરીની બહાર પોલીસ બંદોબસ્ત (Police Security) ગોઠવવામાં આવ્યો હતો. એટલે તલાટીઓ વિરોધ પ્રદર્શન કરી શક્યા નહતા. તો તલાટી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, તલાટીઓ અચોક્કસ મુદત સુધી કામથી અડગા રહીને વિરોધ નોંધાવશે. તાલુકાં પંચાયતની કચેરી (Taluka Panchayat Office) બંધ રહેતા લોકો કલાકો સુધી કચેરીની બહાર પોતાનું કામ થવાની રાહ જોઈને બેઠા હતા, પરંતુ છેવટે લોકો ઘરે પરત ફર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details