ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢમાં મોંઘવારીને લઈ કોંગ્રેસ મેદાને, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - ખેડૂતોના પ્રાણ પ્રશ્નનો

By

Published : Dec 21, 2019, 3:12 PM IST

જૂનાગઢઃ સતત વધી રહેલી મોંઘવારી તેમજ ખેડૂતોના પ્રાણ પ્રશ્નનોને લઈને ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર સમગ્ર મામલાને લઈને ઉદાસીન વલણ દાખવી રહી છે. તેને લઈને કોંગ્રેસ ફરી એક વખત મેદાને આવી છે. આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વધતી જતી મોંઘવારી તેમજ આર્થિક સંકળામણમાં ફસાઈ રહેલો જગતનો તાત ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર ઉદાસીન વલણ દાખવી રહી છે. તેને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો આગામી દિવસોમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર મોંઘવારી અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લઈને કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરે તો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કેન્દ્ર અને રાજ્યની સરકાર વિરૂદ્ધ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details