અમદાવાદમાં રોગચાળો અટકાવવા તંત્રની ઢીલાશ, ડેન્ગ્યુના કેસોમાં વધારો - amdavad helth news
અમદાવાદ: મેગા સિટી અમદાવાદ માંદગીના ભરડામાં સપડાઇ રહ્યું છે. વરસાદ બાદ રોગચાળો વકરી રહ્યો છે. પરંતુ તંત્રની ઢીલી કામગીરીના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહેલો રોગચાળો અટકવાનું નામ લેતો નથી. શહેરની સ્વચ્છતા કેવી છે, તેનો નાદાર નમૂનો શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધારાના આંકડાઓમાં દેખાઈ રહ્યો છે. શહેરમાં એક તરફ બેવડી સિઝન ચાલી રહી છે, જેના કારણે લોકો સતત બીમાર પડી રહ્યા છે. ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુના 300થી વધુ કેસ નોંધાયા છે. મેલેરીયાના 100 કેસ જ્યારે ઝેરી મલેરીયાના 14 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના 14 કેસ, ઝાડા- ઉલટીના 170 કેસ, કમળાના 55 કેસ જ્યારે ટાઈફોઈડના 120 કેસ નોંધાયા છે.