શિયાળાની શરૂઆત થતાં જ સ્વાઈન ફ્લુનો ચાલુ સીઝનમાં પગ પેસારો - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદઃ હેરિટેજ સિટીમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો છે, પરંતુ તંત્રની ઢીલને પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહેલો રોગચાળો અટકવાનું નામ જ લેતો નથી. શહેરની સ્વચ્છતા કેવા પ્રકારની છે તેનો નાદાર નમુનો શહેરમાં વધી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધારાના આંકડાઓમાં દેખાઇ રહ્યો છે. ચાલુ માસે સીઝનનો પ્રથમ શંકાસ્પદ સ્વાઇન ફ્લુનો નોંધાયો છે. પાલડી વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધા ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ડિસેમ્બર મહિનાની જો વાત કરવામાં આવે તો ડેન્ગ્યુના 91થી વધુ કેસ નોંધાયા છે. મલેરીયાના 31 કેસ, જ્યારે ઝેરી મલેરીયાના 7 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચિકનગુનિયાના 8 કેસ, ઝાડા-ઉલ્ટીના 224 કેસ, કમળાના 83 કેસ, ટાઇફોઇડના 148 કેસ નોંધાયા છે. જો કે, તંત્ર દ્વારા તો મચ્છરનો બ્રિડિંગ અટકાવવા માટે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાઇ રહ્યું છે.