વડોદરા: પાદરા નગર પાલિકામાં સફાઈ કામદારોએ ભરતી પ્રક્રિયાને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો - પાદરા નગર પાલિકા
વડોદરાઃ કોરોના મહામારીમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દેશને સ્વચ્છ રાખનારા સફાઈ કામદારોએ પાદરાનગર પાલિકાની કચેરીએ ઉગ્ર વિરોધ કર્યો હતો. પાદરામાં સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા આજથી અઢી વર્ષ પહેલા ગાંધીનગરથી જાહેર કરવામાં આવી હતી. જે આજ દિન સુધી પાદરા નગર પાલિકાના સત્તાધીશોએ ભરતી કરવામા આવી નથી. જેથી સફાઈ કામદારોએ ઉગ્ર બની પાદરા નગર પાલિકાના ચીફ ઓફીસર અને ઉપ પ્રમુખને રજૂઆત કરી ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતા.