ગુરુપૂર્ણિમાઃ જીવન કેવી રીતે જીવવું તેની બધી ચાવી ગુરુ પાસે છે: સ્વામિની નિગમાનંદા સરસ્વતી - Gujarati News
પોરબંદરઃ વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું અતિક્રમણ યુવાનોમાં વધી રહ્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ભાગવત ગીતા, વેદો અને ઉપનિષદોનું જ્ઞાન કથા વેદ અનુસાર શ્લોક તથા મંત્રોનું પઠન પોરબંદરમાં કુછડી નજીક આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થમાં થઈ રહ્યું છે. આ અંગે અહીંના સ્વામી નિગમાનંદ આ સરસ્વતી તથા નીતકલ્યાણ સરસ્વતી દેશ તથા વિદેશ ભરમાં વસતા ભારતીયોને ઓનલાઇન વેદ શિક્ષણ કરાવી રહ્યા છે. પોરબંદરના કુછડી નજીક 14/02/2017 ના રોજ આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આશ્રમનું પરંપરાગત મુખ્ય આશ્રમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતી ગુરુજી કોયમતુર, ઋષિકેશમાં છે. આ ઉપરાંત પૂજ્ય સ્વામી વિદિતાતમાનંદ સરસ્વતી ગુરૂજી અમદાવાદમાં આવેલ છે. આ ઉપરાંત સ્વામીશ્રી ચેતનાનંદ સરસ્વતી દ્વારા જાપાનમાં પણ વેદ અને ભગવદગીતા પાઠના ક્લાસ યોજાય છે. દેશ-વિદેશથી દુબઈ, અમેરિકા, મેક્સિકો, આઈલેન્ડ તથા ભારતભરના રાજ્યોમાંથી અનેક લોકો છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઇન સંસ્કૃત તથા ભગવતગીતા ઉપનિષદ અને વેદનું જ્ઞાન આશ્રમના માધ્યમથી લઇ રહ્યા છે. ભારતમાં પાશ્ચાત સંસ્કૃતિનું અતિક્રમણ રોકવામાં તથા ભારતીય સંસ્કૃતિની ઉજાગર કરવામાં આ મહત્વનું ફાળો કહી શકાય તેમ છે. પોરબંદરના આર્ષ સંસ્કૃતિ તીર્થમાં ગુરુપૂર્ણિમાના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તજનો આવે છે અને ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે.
Last Updated : Jul 16, 2019, 9:03 PM IST