SVP હોસ્પિટલની છત તૂટતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી - Gujarati news
અમદાવાદ: શહેરમાં એક તરફ જ્યારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ અવારનવાર દિવાલ તૂટવાની ઘટનાઓ બનતી રહે છે. પરંતુ 750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની છત તૂટવાના સમાચાર અમદાવાદના લોકો માટે ખરાબ સાબિત થયા છે. B2 વોર્ડની POP ની છત તૂટી પડી હતી. આ હોસ્પિટલનું લોકાર્પણને માત્ર 6 મહિના જ થયા છે અને અત્યારે હોસ્પિટલની સ્થિતિ પણ કફોળી બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી 1500 બેડ પણ કાર્યરત બન્યા નથી.