સુરેન્દ્રનગર પોલીસે મ્યુકોરમાઈકોસિસ માટેના ઇન્જેક્શનના કાળા બજાર કરતાં શખ્સોને પકડ્યાં - corona virus pandemic
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મ્યુકોરમાઈકોસિસ રોગની સારવાર માટેના ઇન્જેક્શનના કાળા બજાર કરતા બે શખ્સોને ઝડપી પાડ્યાં છે. આરોપીઓ પાસેથી અલગ અલગ 20 ઇન્જેક્શન સહિત રૂ. 1.40 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચકક્ષાએથી મોટાપાયે મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનનું કૌભાંડ ચાલતું હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે.પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.