સુરેન્દ્રનગરમાં પોલીસે ચોરી કરનાર ગેંગની કરી ધરપકડ - Gujarat police
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી ચોરી, લૂંટફાટ અને અન્ય ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે જુદા જુદા સ્થળે 13 લાખ કરતા પણ વધુની ચોરી કરનાર ચોરોને સુરેન્દ્રનગર સિટી પોલીસે ઝડપી લીધા હતા, ત્યારે અમુક રોકડ અને સોના ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે હજુ પણ વધુ ચોરીઓ આરોપી પાસેથી ઝડપાઇ તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હાલ 13 લાખ 70 હજારની ચોરી આરોપીઓ એ કાબુલી છે.