સુરેન્દ્રનગર LCB ટીમે ગેડીયા ગેંગનો એક આરોપી ઝડપી પાડયો - સુરેન્દ્રનગર LCB ન્યૂઝ
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં થતાં મિલકત વિરૂદ્ધના ગુનાઓને અટકાવવા માટે પોલીસે કમર કસી છે. છેલ્લા કેટલાય સમયથી ધ્રાંગધ્રા વિરમગામ તથા અમદાવાદ રાજકોટ હાઇવે પર ચાલુ વાહનોના રસ્સા તાડપત્રી કાપી કિંમતી ચીજવસ્તુની ચોરી થતી હતી. જે ગેડીયા ગેંગમાં સંડોવાયેલા લોકો કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ LCB ટીમે માલવણ ગેડીયા ઇંગરોડી સેડલા વિસ્તારમાં સખત પેટ્રોલીંગ ગોઠવ્યું. ત્યારે ગેડિયા ગેંગના લોકો હાઇવે પર રાત્રીના સમયે ચાલુ વાહનોના રસ્સા-તાડપત્રી કાપી ઘરવપરાશ તથા અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતાં ઝડપાયા હતાં. આ પેટ્રોલીંગમાં રહેમત ખાન જત મલેક અને મહમદ માલાજી જત મલેકના રહેણાંક મકાનમાં ચોરીમાં ઉપયોગ કરેલા વાહનો પૈકી સફેદ એકસ-યુ.વી ગાડી અને રાખોડી કલરની ઇનોવા ગાડી સાથે હરપાલસિંહ ઉર્ફે કાળુભા બટુકસિંહ ઝાલાને ઇંગરોડી ગામે છાપો મારી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.