સુરેન્દ્રનગરમાં સંવિધાન બચાવો રેલી યોજાઇ, કલેક્ટરને અપાયું આવેદન - nrc protest
સુરેન્દ્રનગરઃ શહેરમાં રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરવા સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકતા કાયદો પસાર કર્યો છે. આ કાયદાના કારણે ભારતમાં રહેતા કોઈપણ ધર્મના લોકોને કોઈપણ પ્રકારની અસર થવાની નથી. તે સંદેશો પહોંચાડવાના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રપ્રેમ ઉજાગર સંદર્ભે સંવિધાન બચાવોના સ્લોગન સાથે રેલી યોજાઈ હતી. શહેરના મેગા મોલ ખાતે દરેક ધર્મના લોકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટના આગેવાનો, શૈક્ષણિક સંસ્થા તેમજ વિવિધ મંડળોના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. સુત્રોચ્ચાર સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. બાદમાં રેલી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં અધિક કલેક્ટરને સંવિધાન બચાવોના નેજા હેઠળ શહેરના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.