સુરેન્દ્રનગરના વધુ 2 દર્દીઓએ કોરોના વાઇરસને માત આપી - corona patient discharge in surendranagar
સુરેન્દ્રનગરઃ જિલ્લાના અલગ-અલગ તાલુકાના વધુ બે દર્દીઓએ કોરોનાને માત આપતા સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે, દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસથી સ્વસ્થ થવાનો રિકવરી રેટમાં વધારો થયો છે અને ભારતમાં 47 ટકાથી પણ વધારે રિકવરી રેટ પર પહોચી ચૂક્યું છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના એક વ્યક્તિ અને ચુડા તાલુકાના ખાંડીયા ગામના કોરોના પોઝિટિવ દર્દીને સારવાર બાદ કોઈ લક્ષણો ન જણાતા રજા અપાઈ છે. જિલ્લામાં હાલ કુલ કોરોના પોઝિટિવનો આંક 51 છે.