ચોટીલા હાઇવે પર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇ કોંગ્રેસે કર્યો ચક્કાજામ - Congress workers
સુરેન્દ્રનગરઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધારો થઇ રહ્યોં છે, ત્યારે ભાવ વધારાને લઇ જિલ્લાના ચોટીલા હાઇવે પર કોંગ્રેસના આગેવાનોએ ચક્કાજામ કરી તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના વિરોધને પગલે ચોટીલા અને રાજકોટ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસના કાર્યકરોને સમજાવી ફરી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. જોકે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.