સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સમયસર સભા સ્થળે ના આવતા ભાજપના કાર્યકરો થયા નારાજ - c r patil
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલની જાહેર સભા જિલ્લા ભાજપ સુરેન્દ્રનગર દ્વારા રાખવામાં આવી હતી. સભાસ્થળે સી.આર.પાટીલના કાર્યક્રમનો સમય 11.30નો હોવા છતાં સી. આર. પાટીલ સમયસર ના આવતા નારાજગી જોવા મળી હતી. બે કલાકથી રાહ જોઈ રહેલા ભાજપના ઉમેદવારો, હોદેદારો અને કાર્યકરો અકળાયા હતા. હોદ્દેદારો અને આગેવાનો તેમજ કાર્યકરો સભા સ્થળેથી કંટાળી બહાર નીકળવા લાગ્યા હતા.