સુરત યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી - આંદોલન
સુરતઃ ઓનલાઈન શિક્ષણના નામે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી ચલાવવામાં આવતી ફીની ઉઘાડી લૂંટ ચલાવતા હોવાથી સુરત યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના દરવાજા બંધ કરીને ગેટ પર તાળું મારવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ જો શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થી-વાલીના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો વાલીઓને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.