લાખોનો દંડ વસુલ્યા બાદ સુરત ટ્રાફિક પોલીસને થઈ લોકોની ચિંતા, હવે શરૂ કરી 'I FOLLOW' ઝુંબેશ - releaif in panalty
સુરત: કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. એવામાં પોલીસ દ્વારા ફટકારાતો દંડ લોકો માટે પડ્યા ઉપર પાટુ સમાન સાબિત થઈ રહ્યો છે. લોકોની આર્થિક સ્થિતિનું ધ્યાન રાખી શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન પણ થાય અને દંડ પણ ન ભરવો પડે તેના ઉકેલ સ્વરુપે પોલીસે 'I FOLLOW' અભિયાન શરુ કર્યુ છે. લોકડાઉન દરમિયાન સુરત પોલીસે અંદાજીત 10 લાખ રુપિયાનો દંડ વસુલ્યો હતો. પોલીસના વલણ સામે લોકોમાં આક્રોશ હતો. આ વચ્ચે ટ્રાફીક પોલીસી આ નવતર ઝુંબેશ શરુ કરતાં તેને બહોળો પ્રતિસાદ મળશે તેવી સંભાવના છે. આ અભિયાન અંગે ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુમ્બેએ માહિતી આપી હતી.
Last Updated : Jul 6, 2020, 5:58 PM IST