સુરતના સચિન GIDC વિસ્તારમાં કચરાના વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ - સુરત ન્યુઝ
સુરત: શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલા કચરાના વેસ્ટના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ આગ લાગતાની સાથે જ નોટી ફાયડ એરિયા અને ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ગય હતી, અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસની મિલોમાં નીકળતા કેમિકલ યુક્ત કચરાના કારણે આગનું પ્રમાણ વધ્યું હતું. જેથી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવું મુશ્કેલ બન્યું હતું. અંદાજીત બે કલાકની જહેમદ બાદ ફાયરની ટિમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગ ક્યાં કારણોસર લાગી હતી એ જાણી શકાયું નથી.