સુરત પોલીસે મહારાષ્ટ્રમાંથી લવાતો 91 લાખ રૂપિયાનો ગાંજો પકડી પાડ્યો - સુરતમાં નશીલા પદાર્થ ઝડપાવવાનો સિલસિલો યથાવત્
સુરતમાં નશીલા પદાર્થ ઝડપાવવાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે હાલમાં જ માંગરોળ તાલુકાના હથોડા ગામની સીમમાં આવેલા રોયલ ઈનના પાર્કિંગમાંથી કોસંબા પોલીસે આશરે 814 કિલોથી વધુનો ગાંજો પકડ્યો છે. આ સાથે જ પોલીસે ટ્રકચાલકની અટકાયત કરી હતી. પોલીસે બાતમીના આધારે, હથોડા ગામની સીમમાં આવેલા હોટેલ રોયલ ઈનના કમ્પાઉન્ડમાંથી આ ટ્રક ઝડપ્યો હતો. મહારાષ્ટ્રના નવાપુરાથી એક બંધ બડીના ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજો કોસંબા લાવવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકને ચેક કરતા અંદાજિત 814 કિલો ગાંજો મળી આવ્યો હતો. જ્યારે ઘટનાસ્થળેથી ભાગી ગયેલા ટ્રકચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. સાથે જ પોલીસે ગાંજો, ટ્રક, મોબાઈલ, રોકડ મળી કુલ 91 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે જ આ ગાંજો ક્યાં ઉતારવાનો હતો અને કોણે મગાવ્યો હતો. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.